Close

પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો

Publish Date : 26/05/2025

આણંદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા મથકે પર્યાવરણ પખવાડિયા નિમિત્તે પ્લાસ્ટિકના કચરાની સાફ-સફાઈ કરવામાં આવી.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે લોકોને ભીંતચિત્રો તથા પોસ્ટર દ્વારા જનજાગૃત્તિ કેળવાઈ.

આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ,બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી.

તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પોસ્ટરો તથા ભિંત ચિત્રો થકી ગામવાસીઓને સમજ આપવામાં આવી હતી. આ તમામ ગામોમાં સાફસફાઈ કરીને પ્લાસ્ટિકમુકત કરવામાં આવ્યા  હતા.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સમજૂત કરાયા હતા.