Close

પંચમહાલ જિલ્લાના વેજલપુરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે

Publish Date : 06/12/2025

તા.૭ ડિસેમ્બરે યોજાનાર સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ

જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર ખાતે અભ્યાસ કરેલ આણંદ જિલ્લાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલનમાં સહભાગી બનવા અનુરોધ

 આણંદ, શુક્રવાર: નવોદય વિદ્યાલય સમિતિના નિયમો અનુસાર પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં આવેલ પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આગામી તારીખ ૦૭ ડિસેમ્બર, ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પૂર્વ વિદ્યાર્થીઓના એક ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.           

 શાળાના પ્રાચાર્ય ડૉ. પ્રિય રંજને એક અખબારી યાદી દ્વારા આ સમારોહમાં જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુરના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને ઉપસ્થિત રહીને આ સ્નેહમિલન સમારોહને સફળ અને યાદગાર બનાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર ખાતે અભ્યાસ કરેલ હોય તેવા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ આ સ્નેહ મિલન સમારોહમાં હાજર રહેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.