નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો
Publish Date : 30/08/2025
બાળકોના સ્વાસ્થ્ય માટે સ્પોર્ટ્સ ખૂબ જ જરૂરી: નાયબ મુખ્ય દંડક શ્રી
નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઇ
આણંદ,શુક્રવાર: ખેલરત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર ,આણંદના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી ના અધ્યક્ષપદે આણંદના બાકરોલ સ્થિત યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,હોકી રમતાં ભારત દેશનું વિશ્વમાં નામ રોશન કરનાર મેજર ધ્યાનચંદના જન્મદિવસને ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં નેશનલ સ્પોટ્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
નૅશનલ સ્પોર્ટ્સ ડે ની આ વર્ષે “હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન ,ખેલે ભી ઔર ખીલે ભી” થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નાયબ મુખ્ય દંડકશ્રીએ આણંદ જિલ્લાના રમતવીરોને સંદેશ આપતા જણાવ્યું હતું કે રમતગમત થકી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. વધુમાં જણાવ્યું કે, પહેલા બાળકો સ્કૂલમાં રમતા હતા તેથી સ્વાસ્થ્ય જળવાઈ રહેતું હતું, જ્યારે અત્યારે વાલીઓ દ્વારા રમત પ્રત્યે ઓછું અને ભણતર પર વધારે ભાર મૂકવામાં આવે છે , જેથી બાળકોના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે સાંસદ ખેલ સ્પર્ધા અંગે રમતવીરોને માહિતગાર કરીને આગામી ટૂંક સમયમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે તેમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાના રમતવીરોને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ, સહિત જિલ્લાના રમતવીરો, કોચ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો
