નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પેટલાદના કાવિઠા અને વહેરા ગામમાં PNG ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન

Publish Date : 12/10/2026
નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પેટલાદના કાવિઠા અને વહેરા ગામમાં PNG ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન

આણંદ, રવિવાર, નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે આજરોજ કાવિઠા અને વહેરા ગામ ખાતે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની વર્ષો જૂની માંગણી પૂરી થઈ છે તેમ જણાવતા નામના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું કે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડીને નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવવાની તેમની સતત સક્રિયતા અને સંકલ્પબદ્ધતા આ કાર્યથી પુનઃ સાબિત થઈ છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધા શરૂ થવાથી કાવિઠા અને વહેરા બંને ગામના નાગરિકોને હવે દૈનિક ધોરણે સ્વચ્છ, સુરક્ષિત અને સુલભ PNG ગેસ પુરવઠો મળી રહેશે. રાંધણગેસના બાટલા બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે આધુનિક સેવાઓને કારણે ગ્રામજનોનું દૈનિક જીવન વધુ સુવિધાયુક્ત, આસાન અને સુરક્ષિત બનશે.

પર્યાવરણાનુકૂળ અને આર્થિક રીતે પણ રાહત આપતી આ સેવા ખાસ કરીને ગ્રામીણ ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ નિવડશે, જે ‘વિકાસ પણ, સુવિધા પણ અને જનસુખાકારી પણ’ના સરકારના મંત્રને ચરિતાર્થ કરે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી નયનાબેન ઠાકોર, ચરોતર ગેસ કંપનીના ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી જયનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી નીતાબેન સોલંકી, ગામના સરપંચ શ્રી સચીનભાઈ પટેલ, ઉપરાંત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.