નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે  પેટલાદ તાલુકાના જોગણ  ગામે દૂધ ઉત્પાદક મંડળીના મકાનનું ઉદઘાટન

Publish Date : 26/10/2026
નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે  પેટલાદ તાલુકાના જોગણ  ગામે દૂધ ઉત્પાદક મંડળીના મકાનનું ઉદઘાટન

‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે જોગણ ગામે રૂ. 40.19 લાખના ખર્ચે પશુપાલકો માટે આધુનિક સુવિધાઓ કાર્યરત

અધ્યતન ટેકનોલોજી અને સોલાર સિસ્ટમથી સજ્જ નૂતન ભવનનું લોકાર્પણ

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ ગામે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે જોગણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવનિર્મિત મકાનનું  નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, મહેળાવ શ્રી સ્વામીનારાયણ મંદિરના કોઠારી ગુણનિધિ સ્વામી તથા સૂચરિત સ્વામીએ લોકાર્પણ કર્યું હતું. સ્વામીજીએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નૂતન સોપાન માટે આશીર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં નાણાં રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે સમગ્ર દેશ અને ગુજરાતમાં સહકારી આંદોલન અત્યંત વેગવંતુ બન્યું છે. સહકારી માળખું મજબૂત થવાથી છેવાડાના પશુપાલકોની પ્રગતિ થઈ રહી છે. આ તકે સહકારી ક્ષેત્રમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર દૂધ મંડળીના નિવૃત કર્મચારી શ્રી શાંતિલાલ વાલજીભાઇ વણકરનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પશુપાલકોના હિતને વરેલી આ દૂધ ઉત્પાદક મંડળીનું મકાન અંદાજિત રૂ. 40.19 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. પશુપાલકોને દૂધ સંગ્રહ અને ગુણવત્તા જાળવણીમાં સરળતા રહે તે માટે આ મકાનમાં 5000 લિટરની ક્ષમતા ધરાવતું બી.એમ.સી. (Bulk Milk Cooler) પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વીજળીની બચત અને પર્યાવરણની જાળવણી માટે 20.5 કિલોવોટની સોલાર સિસ્ટમ, ઇલેક્ટ્રિક ગીઝર અને પાવર બેકઅપ માટે જનરેટર ડી.જી. સેટ જેવી અત્યાધુનિક સુવિધાઓથી આ મંડળીને સજ્જ કરવામાં આવી છે.

આ પ્રસંગે પેટલાદના  ગામના અગ્રણીઓ સર્વશ્રી બાલાભાઈ ચાવડા, વિનુભાઈ ચાવડા, સુરેશભાઈ માસ્તર, વિઠ્ઠલભાઈ પટેલ, શ્રી વિજયભાઈ ચાવડા, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઇ પટેલ તથા શ્રી દિનેશભાઇ ઠાકોર ઉપરાંત અમુલ ડેરી આણંદના સિનિયર ઓફિસર મનોજભાઈ પટેલ, દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી ઠાકોરભાઈ એમ. ઠાકોર, સેક્રેટરી શ્રી શંકરભાઈ ઠાકોર તેમજ મંડળીના કારોબારી સભ્યો, ગામના સરપંચ શ્રી મીનાબેન ચાવડા સહિત  અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ પશુપાલકોએ ઉપસ્થિત રહ્યાં હતાં.