Close

નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સુંદરણામાં રૂ. ૫.૯૦ લાખના ખર્ચે સામુદાયિક શૌચાલયનું ખાતમુહૂર્ત

Publish Date : 23/09/2026

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સી.કે.પટેલ હાઇસ્કુલ, સુંદરણામાં લોકભાગીદારીથી બનશે સામુદાયિક શૌચાલય

આણંદ, મંગળવાર, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પેટલાદ તાલુકાના સુંદરણા સ્થિત સી.કે.પટેલ હાઇસ્કુલ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ કોમ્યુનિટી શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 5.90 લાખના ખર્ચે આકાર પામનાર આ સુવિધા ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાના ધોરણોને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે.

મંત્રીશ્રીએ આ તકે વિદ્યાર્થીઓને સ્વચ્છતાના મહત્વ વિશે સમજ આપી હતી અને ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન માં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સી. કે. પટેલ હાઇસ્કુલ, સુંદરણા ખાતે બનાવવામાં આવનાર કોમ્યુનિટી સૌચાલય માટે રૂપિયા 05 લાખ તથા લોકફાળા અનુદાનની રકમ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં લોકભાગીદારીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે અંતર્ગત ૯૦,૦૦૦ રૂપિયાની રકમ લોકફાળા અને અનુદાન દ્વારા એકત્રિત કરવામાં આવી છે. સરકાર અને ગ્રામજનોના આ સંયુક્ત પ્રયાસથી શાળા ખાતે લાંબા ગાળાની સ્વચ્છતા સુનિશ્ચિત થશે.

આ કાર્યક્રમમાં  તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર તથા ઉપપ્રમુખ શ્રીમતી જ્યોતિબેન સોલંકી, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ,  શ્રી કેયુરભાઈ બારોટ, સુંદરણા ગામના સરપંચ શ્રી જીતુભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ અને મંત્રી શ્રી કનુભાઈ પટેલે મંત્રીશ્રી તેમજ ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.