નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે પેટલાદના જોગણ ગામે આંગણવાડીની મુલાકાત લીધી

Publish Date : 26/10/2026
નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે પેટલાદના જોગણ ગામે આંગણવાડીની મુલાકાત લીધી

બાળકો સાથે સહજ સંવાદ અને આંગણવાડીની કામગીરીની સમીક્ષા: નાણા રાજ્ય મંત્રીનો માનવીય અભિગમ

આણંદ, શુક્રવાર, રાજ્યના નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આજે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ ગામમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંની શૈક્ષણિક અને પાયાની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રી દ્વારા રાજ્ય સરકાર દ્વારા નાના બાળકો માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને પૂરી પાડવામાં આવતી સુવિધાઓનું વાસ્તવિક અમલીકરણની તપાસ કરી હતી.

આંગણવાડીની મુલાકાત દરમિયાન મંત્રી શ્રી કમલેશભાઈ પટેલનો એક સંવેદનશીલ અને મૈત્રીપૂર્ણ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે અત્યંત રમુજી શૈલીમાં વાતચીત કરી હતી અને બાળકોની દુનિયામાં ભળી જઈ તેમની સાથે મૈત્રીપૂર્ણ સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મળતી વિવિધ પ્રોત્સાહક ભેટ અને સવલતો અંગે પૃચ્છા કરી હતી, જેના પ્રતિસાદમાં બાળકોએ પણ ઉત્સાહભેર મંત્રીશ્રી સાથે વાર્તાલાપ કર્યો હતો.

મંત્રીશ્રીએ માત્ર બાળકો જ નહીં પરંતુ આંગણવાડી કેન્દ્રના સંચાલન સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે આંગણવાડી કાર્યકર બહેનો પાસેથી બાળકોની દૈનિક હાજરી, તેમની નિયમિતતા અને વાલીઓ સાથેના સંપર્ક વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ આંગણવાડીમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના માપદંડો વિશે પૃચ્છા કરી હતી અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે કાર્યકર બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓમાં પૂરી પાડવામાં આવતી ફેસીલીટી અને પૂરક પોષણ આહારની ગુણવત્તા બાબતે મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આંગણવાડી કેન્દ્ર પર ઉપલબ્ધ શૈક્ષણિક રમકડાં, બેસવાની વ્યવસ્થા અને સ્વચ્છતાના ધોરણોની પણ જાતતપાસ કરી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓનો સહયોગ અનિવાર્ય હોવાનું જણાવી તેમણે કાર્યકર બહેનોને વાલીઓ સાથે નિયમિત વાર્તાલાપ કરતા રહેવા અને સરકારની યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.