નવાપુરા માં યુવક નું પતંગ દોરા થી નાક કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
Publish Date : 15/01/2026
આયુષ હોસ્પિટલ બોરસદમાં શિફ્ટ કરાયા
આણંદ, ગુરૂવાર: આજ રોજ વાસી ઉત્તરાયણ ના દિવસે નવાપુરા માં નામે ઉમરગની અસરફભાઈ વહોરા (ઉંમર 51 વર્ષ) પીપળી થી કિંખલોડ નવાપુરા રોડ તરફ પોતાના એકટીવા લઈને જતા અચાનક પતંગ દોરો રસ્તા વચ્ચે આવી જતા ઉંમરગની વ્હોરા ને નાક ના ભાગે ઇજા થઈ હતી. ઇજા થતા તરત જ આસપાસ ના લોકો એ સારવાર લેવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો.
આ કેસ નજીક ની ૧૦૮ એમ્બ્યુલન્સ કિંખલોડ ૧૦૮ ને મળતા EMT જગદીશભાઈ અને પાયલોટ સંજયભાઈ સિંધા ઘટના સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ લઈ ના હાજર થઈ ગયા હતા ને તરત જ તેમને એમ્બ્યુલન્સ માં લઈ 108 કેર સેન્ટર ફોઝિસિયન ડોક્ટર ની સલાહ મુજબ સારવાર આપી હતી.
વધુ સારવાર અર્થે તેમને આયુષ હોસ્પિટલ, બોરસદ માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

નવાપુરા માં યુવક નું પતંગ દોરા થી નાક કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે

નવાપુરા માં યુવક નું પતંગ દોરા થી નાક કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે