ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, ગુલાબનું ફૂલ અને પેન આપી આવકારતા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ
Publish Date : 27/02/2026
સરદાર પટેલ વિનય મંદિર વાસદ ખાતે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સાંસદ શ્રી એ શુભેચ્છાઓ પાઠવી
આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.
આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે વાસદ ખાતે સરદાર પટેલ વિનય મંદિરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ અને પેન આપીને આવકાર્યા હતા તથા શુભેચ્છાઓ પાઠવી હતી.
સાંસદ શ્રી એ વિદ્યાર્થીઓને પરીક્ષા કેવી રીતે આપવી જોઈએ તેમ જણાવી કોઈપણ પ્રકારના ટેન્શનમાં રહ્યા વગર પરીક્ષા આપવી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તેમણે શાળાના પ્રિન્સિપાલ ને જણાવ્યું હતું. તેમણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પણ જાણકારી આપી હતી.
આ સમયે શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.