Close

ધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૪ મેના રોજ સવારે ૧૦ વાગ્યે થશે જાહેર

Publish Date : 04/05/2026

વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને GUJCET-૨૦૨૬નું પરિણામ પણ તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાશે

બોર્ડની વેબસાઈટ www.gseb.org અને WhatsApp નંબર 6357300971 દ્વારા જાણી શકાશે ધોરણ-૧૨નું પરિણામ

આણંદ, શનિવાર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને GUJCET-૨૦૨૬નું પરિણામ પણ આગામી તા. ૪ મે, ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવશે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ *www.gseb.org* પર જઈને પોતાનો સીટ નંબર એન્ટર કરીને જોઈ શકશે. આ ઉપરાંત, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે WhatsApp નંબર 6357300971 પર માત્ર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

વધુમાં વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા બાદની પ્રક્રિયાઓ જેવી કે ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા અંગેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર પણ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોને આ નોંધ લેવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સચિવશ્રી આર.આર. વ્યાસ દ્વારા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.