દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય મળશે
Publish Date : 11/09/2025
આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઇન તા.૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરો
આણંદ,મંગળવાર: આણંદમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે ‘’દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જે અંતર્ગત ખેડૂતો ઓછામાં ઓછા ૪૦ ગુઠા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાય ના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા.૧૭ સપ્ટેમ્બર સુધી ઓપન કરવામાં આવેલ છે.
આથી જિલ્લાના ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્મા દ્વારા જણાવવામાં આવ્યું છે.