દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ
Publish Date : 25/06/2026
આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વિવિધ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવાયું
શિક્ષકો આનંદદાયી શિક્ષણ પદ્ધતિ અપનાવી અભ્યાસમાં કચાસ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપે તે સમયની માંગ
આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં હાલમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે બોરસદ તાલુકાની વાણિયાપુરા પ્રાથમિક શાળા દાવોલ, ડી.આર. પટેલ હાઈસ્કૂલ-દાવોલ અને શ્રી એ.પી. વિદ્યાલય-બોચાસણ ખાતે આયોજિત કાર્યક્રમોમાં સહભાગી થઈને બાળકોનું ઉત્સાહભેર નામાંકન કરાવ્યું હતું.
આ તકે તેમણે શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી, પરંતુ દરેક બાળક ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે આજના સમયની પાયાની જરૂરિયાત છે.
શિક્ષણ પદ્ધતિમાં આધુનિક અભિગમ કેળવવા પર ભાર મૂકતા નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, શિક્ષકો વિદ્યાર્થીઓને આનંદદાયી વાતાવરણમાં શિક્ષણ પીરસે તે અત્યંત જરૂરી છે. તેમણે શિક્ષકોને શિક્ષણ આપવાની પ્રણાલીમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓ સાથે જીવંત સંવાદ સાધવા અને વાર્તાલાપ દ્વારા વિષયવસ્તુ સમજાવવા અનુરોધ કર્યો હતો. ખાસ કરીને જે બાળકો અભ્યાસમાં પાછળ રહી જાય છે અથવા કચાસ ધરાવે છે, તેમના માટે શિક્ષકોએ વિશેષ સમય ફાળવી તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. શિક્ષણમાં જીવંત ઉદાહરણોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓની ગ્રાહ્ય શક્તિ વધે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, જે હવે મોટાભાગે સિદ્ધ થયો છે. શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન તો થઈ રહ્યું છે, પરંતુ હવેની મોટી જવાબદારી એ છે કે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ ૧૨ પૂર્ણ કર્યા પહેલા શાળા ન છોડે. આ માટે શિક્ષકો, વાલીઓ અને સમાજે સંયુક્ત જવાબદારી નિભાવવી પડશે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ બાબતે તેમણે વિશેષ ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને શાળામાં ૧૦૦ ટકા હાજરી આપવા અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને એકાગ્રતા અને ધીરજ સાથે અભ્યાસમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
વર્તમાન સમયમાં ડિજિટલ યુગના પડકારો વિશે વાત કરતા નાયબ સચિવે વિદ્યાર્થીઓને મોબાઈલના વ્યસનથી દૂર રહેવા અને તેનો ઉપયોગ અત્યંત સીમિત કરવા જણાવ્યું હતું, જેથી શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે. તેમણે ઉમેર્યું કે જો વર્ગખંડમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થી સંપૂર્ણ એકાગ્રતાથી ધ્યાન આપે, તો તે વિષય તુરંત જ મગજમાં ઉતરી જાય છે. આ સાથે જ તેમણે આજના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના સકારાત્મક ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ પરિણામો મેળવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી.
શાળા પ્રવેશોત્સવના આ અવસરે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષણ કાર્યમાં સહયોગ આપનારા ગામના દાતાઓનો આભાર વ્યક્ત કરી તેમના દ્વારા આપવામાં આવેલા ગણવેશનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સામાજિક ઉત્થાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા વિષયો પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, ચીફ ઓફિસર, તલાટી કમ મંત્રી, શિક્ષકો, વાલીઓ, દાતાઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.