• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

દિવ્યાંગ બહેનોને પગભર થઈ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ

Publish Date : 12/09/2025

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય( ડી.જી.ઈ.) દ્વારા દિવ્યાંગ બહેનો માટે નિ:શુલ્ક ધોરણે ચાલતા નેશનલ કરિયર સર્વિસ સેંટર

આણંદ, શુક્રવાર:  ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય( ડી.જી.ઈ.) દ્વારા વડોદરાના પેંશનપુરા સ્થિત  ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કરિયર સર્વિસ સેંટર (મહિલા) માં  દિવ્યાંગ મહિલા  કે જેની અપંગતા ૪૦ ટકા કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અન્ધ, અન્ધ, મંદ બુધ્ધિ (50-69 IQ), હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે કેંન્દ્રમાં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમ વર્ગો નિ:શુલ્ક ધોરણે ચાલે છે.

 કેંન્દ્રમાં ચાલતા ડ્રેસ મેકિંગ,કોમ્પુટર એપ્લિકેશન,કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેક્ટિસના તાલિમાર્થીને ભારત સરકાર તરફથી સમય પ્રમાણે નિયમાનુસાર શિષ્યવૃત્તિનો લાભ પણ મેળવાપાત્ર રહે છે.દિવ્યાંગ બહેનોને પગભર થઈ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત તાલિમ માટે ઇચ્છુક દિવ્યાંગ બહેનોએ (શનિ – રવિ તેમજ જાહેર રજા ના દિવસો સિવાય) કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦:૦૦ થી  ૪:૦૦  સુધીમાં કેંન્દ્રનો સમ્પર્ક નંબર ૦૨૬૫- ૨૭૮૨૮૫૭, ૮૫૧૧૨૯૧૩૦૯ પર સંપર્ક કરવા  જણાવ્યું છે.