Close

દિવાળીના તહેવાર દરમ્યાન ખંભાત તથા તારાપુર તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા.૧૬ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

Publish Date : 28/09/2026

આણંદ, શુક્રવાર , ખંભાતના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ખંભાત અને તારાપુર તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ત્રણ નકલમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ખંભાત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને અરજી કરવાની રહેશે. તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણના લાયસન્સ મેળવવા માટે સંપૂર્ણ વિગતો સાથે નિયત નમૂનાની અરજી(ત્રણ નકલમાં) અને અરજી પર રૂપિયા ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ, રૂપિયા ૭૦૦/- સરકારશ્રીના “૦૦૭૦ OAS” સદરે જમા કરાવ્યા અંગેનું ચલણ, અરજદારની ઉંમરનો પુરાવો, જગ્યાની માલિકી બાબતનો પુરાવો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલિકનો રૂ. ૫૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જવાબ આપવાનું રહેશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના નવા નિયમો મુજબ નાના સ્ટોલ (૫૦૦ ચોરસ મીટરથી ઓછા) માટે સેલ્ફ ડિકલેરેશન અને ફાયર સેફ્ટી રાખવા બાબતનું એફિડેવિટ (સોગંદનામું), નગર પંચાયત,ગ્રામ પંચાયત,નગરપાલિકાનું ચાલુ વર્ષનું “ના વાંધા પ્રમાણપત્ર”, સ્થાનિક પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર, તેમજ ધંધાની સુચિત સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાના પ્રકાર, શાળા, કોલેજ, હોસ્પિટલ, સળગી ઊઠે તેવા પદાર્થોનું ગોડાઉન પેટ્રોલપંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની સ્પષ્ટ વિગતો દર્શાવવી તેમજ શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી દ્વારા પ્રમાણિત નકશાની નકલ રજૂ કરવાની રહેશે તેમ   વધુમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી ખંભાત દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.