દિવાળીના તહેવાર દરમિયાન આણંદ જિલ્લામાં જાહેર સલામતી અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જિલ્લાભરમાં ફટાકડાના વેચાણ, વપરાશ અને ફોડવાના સમય અંગે ચોક્કસ નિયમો અમલી
દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૨૦-૦૦ થી ૨૨-૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે
આણંદ, શનિવાર , આગામી દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અકસ્માતના બનાવવો ના બને અને જાહેર જનતાને અગવડ ન પડે તેમજ જાહેર શાંતિ, સલામતી અને પર્યાવરણની જાળવણી માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાહુલ ગમારા (જી.એ.એસ.) દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે. આ અનુસાર જિલ્લાભરમાં ફટાકડાના વેચાણ, વપરાશ અને ફોડવાના સમય અંગે ચોક્કસ નિયમો અમલી બનાવવામાં આવ્યા છે, જે સમગ્ર આણંદ જિલ્લા વિસ્તારમાં લાગુ રહેશે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૨૦-૦૦ થી ૨૨-૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. સિરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) (Series Cracker or Laris) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તેના રાખવા, ફોડવા કે વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર ભકફ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (Decibel level) ધરાવતા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે, PESO દ્વારા એવા અધિકૃત કે માન્ય ફટાકડાના દરેક બોક્સ પર
ભકફની સૂચના મુજબનું માર્કિંગ હોવું જરૂરી છે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટરના ત્રિજ્યાના વિસ્તારને ‘સાઇલેન્ટ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત, સંગ્રહ કે વેચાણ કરવા પર મનાઈ ફરમાવાઈ છે. ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ઓર્ડર લઈ શકશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં.
લોકોને આગળ ઊભી ન થાય તેમજ કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આણંદ જિલ્લા તથા શહેરના શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ તેમજ અન્ય સળગી ઊઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા ફોડવા પર સખત મનાઈ ફરમાવી છે. આ ઉપરાંત સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ ટુકકલ/આતશબાજ બલૂન) નું ઉત્પાદન, વેચાણ તેમજ તેને કોઈપણ સ્થળે ઉડાડવા પર પણ આ જાહેરનામા દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું તારીખ ૩૧/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.