તા.31 ઓગસ્ટના રોજ આણંદ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૪.૮૫ કરોડના વિવિધ વિકાસકામોનું યોજાશે ખાતમુહૂર્ત
Publish Date : 31/08/2026
આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને શહેરના પાયાના વિકાસ માટે રૂ. ૪.૮૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત તારીખ ૩૧.૦૮.૨૦૨૬, સોમવાર, સમય: સવારે ૧૧:૦૦ કલાકે, પનઘટ પાર્ક પાસે, સરદાર પટેલ રાજમાર્ગ, આણંદ ખાતે કરવામાં આવશે.
આ ખાતમુહૂર્ત સમારોહ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ,સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા મનપાના ડેપ્યુટી મેયર શ્રી કમલેશ ભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મયુર ભાઈ સુથાર તથા બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી નિશિત પટેલ (બુધાજી) ના હસ્તે કરવામાં આવશે.
સરકારશ્રીની “SJMMSVY” મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત પનઘટ પાર્ક થી શાન સિનેમા સુધી (રાજપથ માર્ગ) વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જનભાગીદારી યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક, સી.સી. રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો તથા ઓલ્ડ મોગરી રોડ ખાતે પેવર બ્લોક અને ડિવાઈડરના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને અગ્રણીઓને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.