Close

તા.30 સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લાની નગરપાલિકાઓ ઉમરેઠ, તારાપુર, ઓડ અને આંકલાવ ખાતે 12 માં તબક્કાનો શહેરી કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

Publish Date : 29/09/2026

આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારના શહેરીજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે નગરપાલિકા ખાતે ન જતા શહેરી વિસ્તારમાં એક જ જગ્યાએથી વિવિધ વોર્ડના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 30મી સપ્ટેમ્બર 2026 બુધવારના રોજ ઉમરેઠ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 1 થી 7 ના રહીશો માટે ઉમરેઠ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા ઓડ બજાર ઉમરેઠ ખાતે, તારાપુર નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 1 થી 6 ના રહીશો માટે સાર્વજનિક હાઇસ્કુલ તારાપુર ખાતે, ઓડ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 1 થી 6 ના રહીશો માટે એલ. એમ. પટેલ પ્રાથમિક કુમાર શાળા ઓડ ખાતે અને આંકલાવ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 1 થી 6 ના રહીશો માટે મુખ્ય કુમાર શાળા, વડા તળાવ પાસે, આંકલાવ ખાતે 12માં તબક્કાનો શહેરી કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતું કાર્યક્રમ સવારે 9:00 કલાક થી બપોર બાદ 17 કલાક સુધી યોજાશે. સેવા સેતુ કાર્યક્રમનો નગરપાલિકાના નગરજનોએ લાભ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.