તા.25 સપ્ટેમ્બર ના રોજ બોરસદ તાલુકાના સારોલ ગામે અને તારાપુર તાલુકાના મોરજ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
Publish Date : 25/09/2026
બોરસદ તાલુકાના સારોલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં યોજાઇ રહેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તારીખ 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે 9:00 કલાકે બોરસદ તાલુકાના સારોલ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમ દહેવાણ, કઠોલ, ઉમલાવ, ગોરવા, સારોલ, ગાજણા અને વાલવોડ ગામના ગ્રામજનોને ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાકીય સહાય અને આવકના દાખલા, સાત/બાર ની નકલ, આયુષ્માન કાર્ડ તથા વિવિધ જાણકારી મળશે. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે.
તારાપુર તાલુકાના મોરજ ગામે પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં આજુબાજુના 11 ગામો ટોલ, ઈસરવાડા, બુધેજ, આદરુજ, માલપુર, મોરજ, ઊંટવાડા, સાઠ, ભંડેરજ, મોભા અને જલ્લા ગામના ગ્રામજનોને ઘર આંગણે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી વિવિધ યોજનાકિય લાભો મળી રહેશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનોએ વિવિધ દાખલાઓ તથા જરૂરી યોજનાકીય માર્ગદર્શન મેળવવા માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.