તા.18 ફેબ્રુઆરીના રોજ મનરેગાના લોકપાલ સોજીત્રા ખાતે ઉપસ્થિત રહેશે
Publish Date : 09/02/2026
સોજીત્રા તાલુકાના ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કરવી હોય તો બપોરના 1-30 થી 2-30 દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂમાં મળી કરી શકશે
આણંદ, શનિવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.
આણંદ ખાતે મનરેગા ના લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરીમાં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન મળ્યું ન હોય અથવા કોઈપણ જાતનો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તથા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ ન કર્યા હોય તેવા કોઈ પ્રશ્ન હોય તો તેઓ આ પ્રશ્ન સાંભળશે, ગ્રામજનો તેમની રજૂઆત કરી શકશે.
આ ઉપરાંત મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, અનિયમિત વેતન મળતું હોય, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બાબતની કોઈપણ ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ જિલ્લા પંચાયત આણંદ ખાતે પણ મનરેગા ના લોકપાલ શ્રી ને રૂબરૂ મળી શકશે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકે છે.
આણંદ જિલ્લાના મનરેગા ના લોકપાલ શ્રી સુનિલકુમાર વિજયવર્ગીય આગામી તા.18 મી ફેબ્રુઆરી, બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરી, સોજીત્રા ખાતે બપોરે 1-30 થી 2-30 કલાક દરમિયાન રૂબરૂમાં મળશે, જેમાં મનરેગા સંબંધી કોઈપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ રૂબરૂ મળી શકશે તેમ જણાવ્યું છે.