તા.17 સપ્ટેમ્બરના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આણંદ જિલ્લાના પ્રવાસે: વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો અને ખાતમુહૂર્તમાં આપશે હાજરી
Publish Date : 17/09/2026
આણંદ, બુધવાર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તારીખ ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ આણંદ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ શિક્ષણ, આવાસ અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
મંત્રીશ્રીના પ્રવાસ કાર્યક્રમની મુખ્ય વિગતો મુજબ સવારે ૯:૩૦ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટી કૅમ્પસ, ભાઈકાકા લાઈબ્રેરી પાસે, વલ્લભવિદ્યાનગર ખાતે મંત્રીશ્રીના વરદ હસ્તે પ્રેસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તથા સ્વદેશી વસ્તુ ભંડારનો શુભારંભ કરવામાં આવશે. સવારે ૧૧:૦૦ કલાકે જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભૂમિહીન લોકોને આવાસ મંજૂરી પત્રો આપવાના કાર્યક્રમમાં મંત્રીશ્રી વિશેષ ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૧૫ કલાકે માધ્યમિક શાળા, ઝારોલા ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ યોજાનાર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે ત્યારબાદ બપોરે ૧૨:૪૫ કલાકે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ઝારોલા ખાતે ભવન નિર્માણની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લઈને સમીક્ષા કરશે.