તા.08 ઓક્ટોબરના રોજ બોરસદ અને ખંભાત નગરપાલિકા ખાતે  યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

Publish Date : 06/10/2026

આણંદ,સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકા વિસ્તારોમાં શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સેવા સેતું કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધી ના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 08 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારના 9-00 કલાકથી બોરસદ નગરપાલિકા ખાતે પૂ. રવિશંકર મહારાજ નગર સેવાસદન, ઝાકલી તળાવની બાજુમાં, પ્રમુખસ્વામી ઉદ્યાનની પાછળ, નવી બોરસદ નગરપાલિકા કચેરીએ વોર્ડ નંબર 05 થી 09 માટે સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે અને તે જ દિવસે ખંભાત નગરપાલિકા ખાતે રાવ સાંસ્કૃતિક આધ્યાત્મિક હોલ, BAPS સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, ચકડોળ ગ્રાઉન્ડ ખંભાત ખાતે વોર્ડ નંબર 06 થી 09 ના નગરજનો માટે સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી નગરજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.