તા. 02 ઓક્ટોબરના રોજ બોરસદ તાલુકાના બોચાસણ ખાતે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
Publish Date : 01/10/2026
આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ 55 જેટલી યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે સાત થી આઠ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 02 ઓક્ટોબર શુક્રવાર ના રોજ સવારના 9-00 કલાકથી બોરસદ તાલુકાના બોચાસણ ગામે પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 08 ગામો જેમાં દેદરડા, ઢુંઢાકુવા, સુરકુવા, કાવીઠા, સંતોકપુરા, વહેરા, ડભાસી અને બોચાસણ ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી આ ગામોના ગ્રામજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે એક છત નીચે એ જ દિવસે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.