તા. ૨૮ જૂનના રોજ આણંદની ઈરમા “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીનો ૪૪ મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાશે
Publish Date : 27/06/2025
૩૨૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સુચારૂ આયોજન અર્થે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી.
આણંદ, ગુરુવાર: આણંદ ઈરમા “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીનો ૪૪મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી તા. ૨૮ જૂન ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એન.ડી.ડી.બી. ના ટી.કે પટેલ ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવર્વતજી ના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ પદવીદાન સમારંભમાં ઇરમાના ૩૨૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાજ્યપાલશ્રીના પ્રોટોકોલ મુજબ કરવાની થતી કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.જેમાં કાર્યક્રમના સુચારૂ આયોજન માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
