તા.૨૫ જુલાઈ ના રોજ અમદાવાદ ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળો યોજાશે
Publish Date : 19/07/2025
આણંદ, શુક્રવાર: ગુજરાતના વસવાટ કરતા માજી સૈનિકો માટે રોજગાર મેળા નું આયોજન આગામી તારીખ ૨૫ મી જુલાઈ શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરના ૧૩-૦૦ કલાક સુધી અમદાવાદ કેન્ટ ખાતે કરવામાં આવ્યું છે.
આ રોજગાર મેળા નો લાભ લેવા માટે ઓનલાઇન પોર્ટલ પર www.esmhire.com નોંધણી કરવાની રહેશે.
આ રોજગાર મેળા સંબંધી વધુ માહિતી માટે જોઈન્ટ ડાયરેક્ટર DRZ (S) ૦૨૦૨૬૩ ૪૧૨૧૭ અને જોઈન્ટ ડાયરેક્ટર DGR (C) ૦૧૧૨૦૮૬૨૫૪૨, તથા seopadgr@desw.gov.in અને dirsedgr@ desw.gov.in ઉપર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવસવાટ અધિકારી, વડોદરા દ્વારા જણાવવામાં આવ્યું છે.