• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

તા.૧૭ એપ્રિલ સુધીમાં ઇ- શ્રમ પોર્ટલ પર આણંદ જિલ્લાના પ્લેટફોર્મ-ગીગ વર્કરની નોંધણી કરાવવા અનુરોધ

Publish Date : 11/04/2025

મદદનીશ શ્રમ આયુક્તની કચેરી,આણંદ ખાતે રૂબરૂ જઇ નોંધણી કરાવી શકાશે

https://register.eshram.gov.in/#/user/platform-worker-registration લિંક પર જાતે નોંધણી કરી શકાશે*

આણંદ, બુધવાર: ભારત સરકાર દ્વારા સને ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ પ્લેટફોર્મ-ગીગ વર્કરને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવા અંગે જાહેરાત કરેલ છે.

જે અન્વયે આણંદ જિલ્લા ખાતે વિવિધ પ્લેટફોર્મ એગિગ્રેટર્સ કંપનીઓ ઝોમેટો, સ્વીગી, ઝેપ્ટો, ઓલા, ઉબેર વગેરે ખાતે કામ કરતા પ્લેટફોર્મ-ગીગ વર્કરની નોંધણી માટે આગામી તારીખ ૧૭ એપ્રિલ સુધી મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, આણંદ દ્વારા સ્પેશિયલ રજીસ્ટ્રેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નોંધણી માટે પ્લેટફોર્મ-ગીગ વર્કર મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ૩૦૩-૩૦૫, ત્રીજો માળ, જુના જિલા સેવા સદન, બોરસદ ચોકડી નજીક, આણંદ ખાતે રૂબરૂ જઇ નોંધણી કરાવી શકે છે.

આ ઉપરાંત  https://register.eshram.gov.in/#/user/platform-worker-registration લિંક પર જાતે નોંધણી કરી શકે છે.

આ નોંધણી માટે અરજદારે મોબાઇલ, આધારકાર્ડ તથા પાનકાર્ડ સાથે રાખવાના રહેશે, તેમ મદદનીશ શ્રમ આયુક્ત, આણંદ દ્વારા જણાવાયુ છે.