તા.૧૪ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ સોજિત્રા ખાતે ઉપસ્થિત રહેશે
Publish Date : 11/11/2025
ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન રૂબરૂ મળશે
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.
આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરી માં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન મળ્યું ન હોય અથવા કોઈપણ જાતનો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તથા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ ન કર્યા હોય તેવા કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે તેઓ આ પ્રશ્ન સાંભળશે, ગ્રામજનો તેમની રજૂઆત કરી શકશે.
આ ઉપરાંત મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, અનિયમિત વેતન મળતું હોય, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બાબતની કોઈપણ ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ જિલ્લા પંચાયત આણંદ ખાતે પણ રૂબરૂ મળી શકશે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકે છે.
આણંદ જિલ્લાના મનરેગા ના લોકપાલ શ્રી સુનિલકુમાર વિજયવર્ગીય આગામી તા.૧૪ મી નવેમ્બર, મંગળવારના રોજ તાલુકા પંચાયત કચેરી, સોજીત્રા ખાતે બપોરે ૧-૩૦ થી ૨-૩૦ કલાક દરમિયાન મનરેગા સંબંધી કોઈપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ રૂબરૂ મળી શકશે તેમ જણાવ્યું છે.