Close

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે

Publish Date : 13/11/2025

જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના રિજનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજન ખાસ તો ઉપસ્થિત રહેશે

આણંદ, ગુરૂવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી પડી રહી છે તે રકમ જે તે વ્યક્તિના વારસદારોને મળી રહે તે માટે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૪ મી નવેમ્બર શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ટાઉનહોલ આણંદ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના રિજનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજન, શ્રી અશ્વિની કુમાર જનરલ મેનેજર એસએલબીસી ગુજરાત, શ્રી અતુલ રાથી, જનરલ મેનેજર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ઉપસ્થિત રહેશે અને જરૂરી માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની વિવિધ ૨૪ જેટલી બેંકોમાં દાવો ન કરાયેલ ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારોને તેમની રકમ પાછી મેળવવા માટે શું કાર્યવાહી કરવી તે અંગેની જાણકારી વિશેષ સમજ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં જે લોકોના દાવા વગરના નાણાં બેંકમાં પડ્યા છે, તેવા તમામ થાપણદારોને અને તેમના વારસદારોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જે થાપણદારોએ યોગ્ય દાવો કર્યો છે અને યોગ્ય કાગળપત્રો સંબંધિત બેંકમાં જમા કરાવ્યા છે, તેવા તમામ થાપણદારો તેમની રકમ પાછી મેળવી શકે છે અથવા તેમના વારસદાર તે રકમ મેળવી શકે છે, તેમ

આણંદ જિલ્લાના બેંક ઓફ બરોડાના લીડ બેંક મેનેજર શ્રી ડૉ જગદીશ પાટિલ દ્વારા  જણાવવામાં આવ્યું છે.

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે