Close

તા. ૧૪મી ઓગસ્ટે આણંદ શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર પર સવારના 8-00 કલાકથી બપોરના 13-00 કલાક સુધી પ્રતિબંધ : વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ

Publish Date : 14/08/2026

ગૃહ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમોને લઈ વહીવટી તંત્ર સજ્જ

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા અને નવનિર્મિત બાકરોલ જિલ્લા જેલના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાનાર છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિકના સુચારૂ સંચાલન માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર માટે પ્રતિબંધો અને ડાયવર્ઝન અમલી બનાવવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રીશ્રીની મુલાકાતને પગલે સવારના ૮:૦૦ કલાકથી બપોરના ૧:૦૦ કલાક સુધી શહેરના નિશ્ચિત માર્ગો વાહનવ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા. ૧૪ મી ઓગસ્ટે સવારના ૮-૦૦ કલાકથી બપોરના ૧-૦૦ કલાક દરમિયાન શાસ્ત્રી મેદાનથી શહીદ ચોક થઈ બી.ઓ.બી. ચાર રસ્તાથી ભાઈકાકા સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. આ રૂટના વિકલ્પ તરીકે વાહનચાલકો શાસ્ત્રી મેદાનથી રુદ્રાક્ષ કોર્નર થઈ મોટા બજારના રસ્તે ભાઈકાકા સર્કલ તરફ જઈ શકશે. તેવી જ રીતે ભાઈકાકા સર્કલથી આણંદ ટાઉન હોલ સુધીનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે, જેના બદલે ભાઈકાકા સર્કલથી જનતા ચોકડીથી બોરસદ ચોકડી થઈ આણંદ ટાઉન હોલ તરફ જઈ શકાશે.

જ્યારે આણંદ ટાઉન હોલથી ગ્રીડ ચોકડી, ઈન્દિરા સ્ટેચ્યુથી પ્રાપ્તિ સર્કલ અને સંકેત ચાર રસ્તા સુધીનો રસ્તો પણ અવરજવર માટે બંધ જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં અવરજવર કરતા નાગરિકો માટે ટાઉન હોલથી મહારાણા પ્રતાપ સર્કલ થઈ અમુલ ડેરી રોડ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ નવા બસ સ્ટેન્ડ થઈ ગ્રીડ ચોકડી જઈ શકાશે. તથા ઈન્દીરા સ્ટેચ્યુથી સંકેત ચાર રસ્તા જઈ શકાશે. ઈન્દીરા સ્ટેચ્યુથી સરદાર બાગ પોલીસ ચોકી થઈ નવા બસ સ્ટેન્ડ જઈ શકાશે.

આ ઉપરાંત સંકેત ચાર રસ્તાથી બાકરોલ ગેટ થઈ રામપુરા પાટીયાથી બાકરોલ જિલ્લા જેલ તરફ જતો રસ્તો પણ બંધ રહેશે. આ માર્ગના વિકલ્પ તરીકે બાકરોલ ગેટથી વિદ્યાનગરના અંદરના રસ્તે શહીદ ચોક થઈ રૂદ્રાક્ષ કોર્નર થઈ મોટા બજાર થઈ જનતા ચોકડી તરફ જઈ શકાશે. તથા બાકરોલ ગેટથી બાકરોલ ગામ થઈ બાકરોલ કોલોની થઈ જોળ વડતાલ તરફ જઈ શકાશે. તેમજ બાકરોલ જિલ્લા જેલથી અંદરના રસ્તે સેવન સ્પોર્ટ્સ થઈ લાભવેલ થઈ સંકેત ચાર રસ્તા થઈ જઈ શકાશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.