તા.૧૩ ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાની જાગૃતિ માટે કેમ્પ યોજાશે
Publish Date : 08/08/2025
આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના ફુડ પ્રોસેસીંગ સાથે સંકળાયેલ લાભાર્થીઓ માટે આગામી તા.૧૩/૦૮/૨૦૨૫, બુધવારના રોજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ચોથો માળ, જિલ્લા સેવા સદન, આણંદ ખાતે સવારે ૧૦-૦૦ થી ૧૪-૦૦ કલાક દરમિયાન પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાની જાગૃતિ માટે કેમ્પ યોજાશે.
આ યોજનામાં અનાજ પ્રોસેસિંગ ઘઉં, ચોખા, કઠોળ, જુવાર, મકાઈ, ડેરી પ્રોસેસિંગ, ફળો અને શાકભાજી પ્રોસેસિંગ, બેકરી અને મિષ્ઠાન ઉત્પાદનો, મસાલા અને રોપણી પાક પ્રોસેસિંગ, ચરબી અને તેલબીયા પ્રોસેસિંગ, માંસ અને મરીન ઉત્પાદનો પ્રોસેસિંગ, પશુ દાણ, મરઘા દાણ અને લઘુવન ઉત્ત્પન્ન જેવા તમામ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સનો સમાવેશ થાય છે.
આ કેમ્પમા ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ કરવા માગતા તથા ફુડ પ્રોસેસિંગ યુનિટ્સ ધરાવતા લભાર્થીઓને આ યોજના વિષેનું માર્ગદર્શન અને તે માટે મળતી સહાય વિશેની માહીતી પૂરી પાડવામા આવશે.
આથી, આણંદ જીલ્લાના ફુડ પ્રોસેસીંગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને આ કેમ્પમાં હાજર રહેવા જણાવાયું છે.