તા. ૦૪ ઓગસ્ટ ના રોજ નલીની આર્ટસ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે ફક્ત મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે
Publish Date : 01/08/2025
આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લા માં તા.૧ ઓગસ્ટ થી શરૂ થતો નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૦૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ અન્વયે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશે.
મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી આણંદના સંયુક્ત ઉપક્રમે તા.૪ ઓગસ્ટના સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નલીની અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે ફક્ત મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે.
આ ભરતી મેળામાં એસએસસી, એચએસસી, સ્નાતક,અનુસ્નાતક ની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૪૫ વર્ષ હોય તેવા તમામ મહિલા રોજગારવાંચ્છુક ઉમેદવારોએ ઓછા માં ઓછા તેઓના બાયોડેટની ત્રણ નકલ સાથે ઇન્ટરવ્યુ માં રૂબરૂ હાજર રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ,આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.