તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખ બદલાઈ
Publish Date : 15/06/2026
આણંદ જિલ્લામાં તા.૨૨ જૂનના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં જૂન માસનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૪/૦૬/૨૦૨૬ ને બુધવારના રોજ યોજાનાર હતો જે તારીખમાં ફેરફાર થતા હવે આગામી તા.૨૨/૦૬/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.
જે અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૨/૦૬/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નોંધણી કરાવીને તે જ દિવસે ૧૧-૦૦ કલાકે જે તે તાલુકા મથકોએ રૂબરૂ જાતે હાજર રહેવાનું રહેશે તેમ, નિવાસી અધિક કલેકટર, આણંદની યાદીમાં જણાવાયું છે.