તારીખ 7 ફેબ્રુઆરીના રોજ જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ દ્વારા સિલેક્શન ટેસ્ટની પરીક્ષા
Publish Date : 05/02/2026
તારીખ 7 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 કલાક થી બપોરના 14-00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડની દીવાલની ૨૦૦ મીટર ની ત્રિજ્યા માં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટર થી 300 મીટર ની ત્રિજ્યા માં આવેલ ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ
આણંદ, સોમવાર: જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ દ્વારા સિલેક્શન ટેસ્ટની પરીક્ષા આગામી તારીખ 7 ફેબ્રુઆરી 2026 ના શનિવારના રોજ સવારે 11-15 કલાકથી બપોરના 1-45 કલાક દરમિયાન યોજવામાં આવનાર છે. આ પરીક્ષા આણંદ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ, ટીબી હાઇસ્કુલ ભાદરણ તથા શ્રી કન્યા વિદ્યાલય ભાદરણ ખાતેના પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાશે.
ભાદરણ ખાતેના પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઋતુરાજ દેસાઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આણંદ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ સવારના ૧૦:૦૦ થી બપોરના ૧૪:૦૦ કલાક દરમ્યાન પરીક્ષા કેન્દ્ર ઉપર અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તે મુજબ પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાથી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાવેલ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યથીઓ કે હોદ્દારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમ્યાન પ્રવેશ માટે પ્રતિબંધ,પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર પરીક્ષાના દિવસો દરમ્યાન સવારના ૧૦:૦૦ થી બપોરના ૧૪:૦૦ કલાક દરમ્યાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ, પરીક્ષાના કેન્દ્રમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) તેઓનો મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક માધ્યમથી સંદેશા વ્યવહાર કે રેકોડીંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહિ ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી.પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે. મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
અપવાદમાં કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીશ્રીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજોનો હવાલો સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમ્યાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.
આ હુકમ આણંદ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય માટે સિલેકશન ટેસ્ટ માટે નક્કી થયેલા પરીક્ષા કેન્દ્રો ઉપર લાગુ પડશે.
આ હુકમનો ભંગ કરનાર કાયદાની જોગવાઈને આધીન શિક્ષાને પાત્ર થશે.