Close

તારીખ 14 ઓગસ્ટના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લામાં

Publish Date : 14/08/2026

આણંદ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે શ્રી હર્ષભાઈ સંઘવી

આણંદ, ગુરૂવાર, તારીખ 14 મી ઓગસ્ટ શુક્રવારના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી આણંદ ખાતે પધારનાર છે. તેઓ સવારે 10-30 કલાકે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રામાં જોડાશે, ત્યારબાદ 11-30 કલાકે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવ નિર્મિત જિલ્લા જેલનું લોકાર્પણ કરશે.

બપોર બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી 12:30 કલાકે ક્રિષ્ના શ્રેય, સંકેત ઇન્ડિયાની બાજુમાં, ચોથો માળ, રાજમાર્ગ રોડ, આણંદ ખાતે રૂડી ફિટનેસ ક્લબનું ઈનોગ્રેશન કરશે અને બપોરે 13-45 કલાકે જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વ્યાયામ શાળા, લોટેશ્વર તળાવ પાસે, આણંદની મુલાકાત લેશે.