Close

તારાપુર હાઈવે પર આવેલ ન્યુ માયા ઇસરવાડાનો હાઇવે હોટલ નો પરવાનો તત્કાલિક અસરથી રદ કરાયો

Publish Date : 02/07/2025

આણંદ,સોમવાર: એસ.ટી.નિગમ દ્વારા અમરેલી – ફેદરા- વડોદરા હાઈવે પર હોટલ ન્યુ માયા ઇસરવાડા તારાપુર ખાતે નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરોની પ્રાથમિક સુવિધા જળવાઈ રહે તે હેતુસર નિગમ દ્વારા હાઇવે હોટલની નિયુક્ત કરેલ કરારની તમામ શરતો અને જોગવાઈઓને આધિન પસંદગી કરવામાં આવેલ હતી.

ન્યુ માયા ઈસરવાડા હોટલ ખાતે તારીખ ૩૦ જૂન ૨૦૨૫ના રોજ અંદાજિત રાત્રે ૦૧:૦૦ કલાકની આસપાસ હાઇવે હોલ્ટ કરેલ રૂટ ઉપલેટા – કવાંટ બસ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું અને ડ્રાઇવર કંડકશન  જમવા બેસેલ હતા ત્યારે ડ્રાઇવરની જમવાની ડીશમાં ગરોળી જોવા મળેલ હતી. જે ખૂબ જ ગંભીર બાબત હોય જેને ધ્યાને તાત્કાલિક એસ.ટી વિભાગના અધિકારીશ્રી દ્વારા આ બાબતની તપાસ હાથ ધરી ચકાસણી કરતા ઉપરોક્ત બનાવવાની વિગતો સાચી જણાઈ આવતા હોટલ ન્યુ માયા ઇસરવાડા, તારાપુરનો હાઇવે હોટલનો પરવાનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવેલ છે, તેમ નડિયાદ વિભાગના વિભાગીય નિયામકશ્રી સી.ડી.મહાજનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.