Close

તારાપુર તાલુકાની વાળંદાપુરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી

Publish Date : 24/06/2026

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, કન્યા કેળવણીને અપાયું પ્રોત્સાહન

નવ પ્રવેશી બાળકોના સ્વાગત સાથે તેજસ્વી વિદ્યાર્થિનીઓનું કરાયું સન્માન

વાળંદાપુરા ગામમાં શિક્ષણનો ઉત્સાહ: વાલીઓએ બાળકોને નિયમિત શાળાએ મોકલવાનો લીધો સંકલ્પ

આણંદ, મંગળવાર, “સૌ ભણે, સૌ આગળ વધે” ના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે વાળંદાપુરા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની ગરિમામય અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ મહોત્સવ દરમિયાન શાળાના આંગણે પ્રથમવાર પગ મૂકી રહેલા ધોરણ-૧ ના નાના ભૂલકાઓને કલેકટર શ્રી સહિતના મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટ, ગણવેશ અને મીઠાઈ આપીને અત્યંત હેતપૂર્વક શાળામાં પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી દ્વારા બાળકો સાથે ખૂબ જ સહજતાથી સંવાદ સાધવામાં આવ્યો હતો, જેમાં રડતા બાળકને તેડીને તેને હસાવતા હોય તેવા મનમોહક દ્રશ્યોએ ગ્રામજનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા.

આ પ્રસંગે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવાથી કોઈ પણ બાળક વંચિત રહી ન જાય અને શાળામાં દાખલ થનાર દરેક બાળક ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી આગળ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. આ મહોત્સવ માત્ર પ્રવેશોત્સવ પૂરતો મર્યાદિત ન રહેતા કન્યા કેળવણીના સ્તરને વધુ મજબૂત બનાવવાનું માધ્યમ બન્યો હતો, જેમાં કલેકટરશ્રી અને મહાનુભાવોના હસ્તે શાળાની તેજસ્વી કન્યાઓને સ્મૃતિચિહ્ન અને શૈક્ષણિક ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.  આ પ્રસંગે ગામના સરપંચ, અગ્રણીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, શિક્ષક શ્રી ઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ શિક્ષણના મહત્વને સમજીને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવાનો મક્કમ સંકલ્પ લીધો હતો.