તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
Publish Date : 30/06/2025
આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં યોજાઈ રહેલ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકા ની પે સેન્ટર શાળા, ખાખસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ નિયામક શ્રી, IEDSS RMSA પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા, ગાંધીનગર શ્રી અર્ચનાબેન એમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, તેમણે શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને બાળકોને, ખાસ કરીને કન્યાઓને, શાળામાં પ્રવેશ અપાવવા પર ભાર મૂકયો હતો.
પેટલાદના ડૉ. રીતેશભાઈ ચૌહાણએ શાળાની ભૌતિક સુવિધામાં મદદરૂપ થવા માટે ૨૫૦૦૦ /- નું માતબર દાન તથા ગૌરાંગભાઈ કંસારાએ ૮૭૫૦/-ની કિંમતના ૫૦ દફતરની કીટ તેમજ ખાખસરના રાજેશભાઈ પંચાલે ૧૨૫૦૦/- કિંમતનું સ્માર્ટ ટીવી, MDM સંચાલક કોકીલાબેન અંજારા એ ૩૦૦૦/- કિંમતના CCTV કેમેરા નંગ-૦૧, શાળાના શિક્ષક સોનલબેન ચૌહાણ દ્વારા પાણીનો બોર બનાવવા 30000/- જેટલી માતબર રકમ દાનમાં આપી હતી.
આ તમામ દાતાઓનું સન્માન મુખ્ય મહેમાન IEDSS RMSA પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અર્ચનાબેન એમ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આમ, શાળામાં વસ્તુ અને રોકડ મળીને ૭૬૨૫૦/- જેટલું દાન શાળામાં આવ્યું હતું.
શાળાની ધોરણ-૦૮ તેજસ્વી બાળા જીનલબેન હર્ષદભાઈ મકવાણાએ કાર્યક્રમનું ઉત્કૃષ્ટ સંચાલન કરીને ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.
કાર્યક્રમની સફળતા પાછળ શાળા પરિવાર અને SMC ખાખસરની કમિટીનો સિંહ ફાળો હતો, જેમણે ખડે પગે ઉભા રહીને સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપે સંભાળી હતી.
શાળાના આચાર્ય શ્રી રાકેશકુમાર સોલંકી એ પોતાના માર્ગદર્શન દ્વારા કાર્યક્રમને નવી દિશા આપી હતી.
અંતે, કલ્પેશભાઈ પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. Smc ખાખસર કમિટી અને ગ્રામજનો તેમજ શિક્ષકો સાથે મહાનુભાવો એ વાતચિત કરી અને PPTનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વિજયભાઈ પ્રજાપતિએ સરકારની શૈક્ષણિક વિવિધ યોજનાઓ વિષે, SMC ખાખસરના અધ્યક્ષ સંદીપભાઈ ચૌહાણે શાળા વિષે વાત કરી હતી.
શ્રી અર્ચનાબેન એમ ચૌધરી એ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિનું જતન કરવાનો સંદેશ આપ્યો હતો.
આમ, આ પ્રવેશોત્સવ કાર્યક્રમ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવા અને કન્યા કેળવણીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો, અને પ્રકૃતિનું જતન અને રક્ષણ કરવાનો દ્રઢ નિશ્ચય જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે.
આ ઉપરાંત, સ્થાનિક અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમ શોભાયમાન બન્યો હતો. જેમાં ખાખસર ગામના વતની અને આણંદ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી ગજરાબેન દીપસંગભાઈ મકવાણા,ખાખસર ગામના સરપંચ શ્રીમતી વિજુબેન મનુભાઈ, BRCC ડૉ. રાહુલભાઈ રબારી અને ખાખસર CRC શ્રી રામજીભાઈ રબારી, BRP નિપુણ દીપકભાઈ સોલંકી ,BRP IED મિત્તલભાઈ રાવલ અને દિલીપભાઈ મહીડા તથા આંગણવાડી મુખ્ય સેવિકા ઉષાબેન મકવાણા અને ખાખસરના તલાટી કમ મંત્રી નટુભાઈ હાજર રહ્યા હતા.