Close

તારાપુર ખાતે ‘રાષ્ટ્રીય પોષણ માસ’ અંતર્ગત ‘આંગણ ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી: બાળકો, માતાઓ અને ઉત્કૃષ્ટ સેવા આપનાર કાર્યકરોનું કરાયું સન્માન

Publish Date : 01/10/2026

આણંદ, બુધવાર, આઈ.સી.ડી.એસ. ઘટક તારાપુર દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માસ’ નિમિત્તે વિવિધ આંગણવાડી કેન્દ્રો પર ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમની ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. તા. ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં આયોજિત આ ઉત્સવ અંતર્ગત તારાપુર ઘટકના તમામ સેજાના ગામોમાં વિવિધ પોષણલક્ષી અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે નાના ભૂલકાંઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને પોષણ માટે સુખડી તથા પૌષ્ટિક ફળોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર મારફતે મળતા પોષણ અને આરોગ્ય વિષયક લાભો અંગે ઉપસ્થિત લાભાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ સ્થાનિક લાભાર્થીઓએ આંગણવાડીની સેવાઓ અંગેના પોતાના હકારાત્મક અનુભવો રજૂ કર્યા હતા.

સમાજમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય સેવા આપનાર આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો તેમજ આશા વર્કર બહેનોને પ્રોત્સાહક પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીનો સંદેશો દરેક માતાઓ અને કિશોરીઓ સુધી ઘર-ઘર પહોંચે તેવા શુભ હેતુથી ‘CM સંદેશ’નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આરોગ્ય તેમજ પોષણ જાગૃતિનો સંદેશ વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. સ્ટાફ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, પંચાયત સ્ટાફ તેમજ ગામના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

તારાપુર ખાતે 'રાષ્ટ્રીય પોષણ માસ' અંતર્ગત 'આંગણ ઉત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી: બાળકો, માતાઓ અને ઉત્કૃષ્ટ સેવા આપનાર કાર્યકરોનું કરાયું સન્માન