તારાપુરના મોભા, બેગમપુરા અને ભંડેરજમાં ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
Publish Date : 29/06/2026
નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં બનશે સહભાગી
આણંદ, ગુરૂવાર, આઈ.સી.ડી.એસ. ઘટક તારાપુર હેઠળના મોરજ સેજાના વિવિધ ગામોમાં બાળકોના પોષણ અને પાયાના શિક્ષણને વેગ આપવા માટે ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે મોભા ગામ, બેગમપુરા અને ભંડેરજ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમની સાથે જ આંગણવાડી અને શાળા પ્રવેશોત્સવની પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણના પ્રથમ સોપાન સાથે જોડવાનો રહ્યો હતો.
મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનશે તથા આ કેન્દ્રોના નિર્માણથી સ્થાનિક સ્તરે બાળકોને પૂરક પોષણ અને પ્રિ-સ્કૂલ શિક્ષણ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ તકે મંત્રીશ્રીના હસ્તે પ્રિ-સ્કૂલ કીટ અને પોષણ કીટનું વિતરણ કરીને બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રી, એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી, ઉપચેરમેનશ્રી, સરપંચશ્રીઓ, આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ., શાળાના શિક્ષકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.