Close

ડિઝીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ આણંદ જિલ્લામાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ

Publish Date : 23/02/2026

શહેરી વિસ્તારોમાં આધુનિક અને પારદર્શક ભૂમિ સર્વેની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

આણંદ, સોમવાર: ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ NAKSHA (National Geospatial Knowledge–based Land Survey of Urban Habitation) પ્રોજેક્ટ અંતર્ગત આણંદ જિલ્લામાં પાયલોટ પ્રોગ્રામ હાથ ધરવામાં આવનાર છે.

આણંદ જિલ્લામાં આ પાયલોટ પ્રોગ્રામના અસરકારક અમલીકરણ અર્થે તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટરશ્રીએ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતુ કે, ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા હાથ ધરાનાર આ ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો હેતુ શહેરી વિસ્તારોમાં જમીન સંબંધિત રેકોર્ડને આધુનિક ટેકનોલોજી દ્વારા વધુ ચોક્કસ, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે.

આ બેઠકમાં ઉપસ્થિત આણંદના સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ કમ એકત્રીકરણ અધિકારીએ જરૂરી વિગતો આપતા જણાવ્યું કે, NAKSHA પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન જીઓસ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરી વિસ્તારોના જમીન નકશા, મિલકત સીમાઓ અને હકદારીની માહિતીનું સચોટ સર્વેક્ષણ કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા જમીનના નકશા અને રેકોર્ડ વચ્ચેની અસંગતતાઓ દૂર કરી એકીકૃત અને અપડેટેડ ડેટાબેઝ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે.

નોંધનિય છે કે, આ પાયલોટ પ્રોગ્રામથી નાગરિકોને મિલકત સંબંધિત દસ્તાવેજો મેળવવામાં સરળતા મળશે તેમજ જમીન ખરીદ-વેચાણ, વારસાઈ અને વિકાસ પ્રક્રિયામાં પારદર્શકતા વધશે. સાથે સાથે, જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થવા સાથે શહેરી આયોજન અને વિકાસ કાર્યોને પણ ગતિ મળશે.

NAKSHA પ્રોજેક્ટના અમલ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર વચ્ચે સંકલન સાધવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પ્રાપ્ત થનારા અનુભવ અને પરિણામોના આધારે ભવિષ્યમાં તેને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તૃત કરવાની યોજના રાખવામાં આવી છે, જેથી સમગ્ર રાજ્યમાં આધુનિક ભૂમિ વ્યવસ્થાપન પ્રણાલી વિકસિત કરી શકાય.

ભારત સરકારની આ મહત્વપૂર્ણ પહેલથી શહેરી ભૂમિ રેકોર્ડ વ્યવસ્થામાં પારદર્શકતા, કાર્યક્ષમતા અને જવાબદારીમાં નોંધપાત્ર વધારો થશે. આણંદ જિલ્લો NAKSHA પાયલોટ પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ ગવર્નન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

આ બેઠકમાં  નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈ, મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા સહિત લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.