ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકાર આપશે બોનસ
Publish Date : 26/05/2025
ઘઉંના પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૪૨૫ના ભાવ પર વધુ રૂ.૧૫૦નું બોનસ મેળવશે ખેડૂતો.
આણંદ,શુક્રવાર: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે રવિ માર્કેટિંગ સિઝન ૨૫-૨૬ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ ટેકાના ભાવ પર હવે રાજ્ય સરકાર દ્વારા ઘઉંના પ્રતિક ક્વિન્ટલે રૂ.૧૫૦ બોનસ આપવામાં આવશે, જેનો લાભ લેવા આણંદ જિલ્લાના ખેડૂત મિત્રોને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.