ઝારોલા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ
Publish Date : 08/08/2025
આણંદ, શુક્રવાર: મહિલા અને બાળ અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ. કચેરી અને જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બોરસદ તાલુકાના ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલ ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા મહિલા બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલના માર્ગદર્શન હેઠળ નારી વંદન સપ્તાહ નિમિત્તે આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નિપાબેન દ્વારા કિશોરીઓને મહિલા સશક્તિકરણ કરવા માટે આત્મવિશ્વાસમાં વધારો અને પોતાના કૌશલ્યને ઓળખી ભવિષ્યમાં પ્રગતિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહીલે કિશોરીઓને સમાન હક, સમાન તક અને જવાબદારીના વહન બાબતે તથા તરૂણાવસ્થા દરમ્યાન વિવિધ બાબતો સાથે સંકળાયેલ લાગણીઓને પોતાના ભવિષ્યમાં બાધા ન બનતા ભવિષ્ય ઉજ્જવળ અને પ્રભાવશાળી બનાવવા માટે કેવી જીવનશૈલીનો ઉપયોગ કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
સી.ડી.પી.ઓ. માલતીબેન દ્વારા પુર્ણા યોજના અંગે કિશોરીઓને પુર્ણા શક્તિ પેકેટમાંથી વિવિધ વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું તથા ટી.એચ.આર.પેકેટને ઉપયોગમાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
મેડિકલ ઓફિસર ઈશાબેન દ્વારા માસિકસ્ત્રાવ અને હિમોગ્લોબીનની ઉણપમાં રાખવાની થતી સાવચેતીઓ બાબતે વિસ્તૃતમાં સમજ આપી દિકરીઓને હિમોગ્લોબીનની અને પ્રાથમિક તપાસ કરાવવા પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે રૂબરૂ મુલાકાત કરવા જણાવ્યું હતું. ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન સોલંકીએ નારી વંદન સપ્તાહ નિમિત્તે ઉજવવાના થતા દિવસો અંગે કિશોરીઓને માહિતગાર કરી મહત્વ સમજાવ્યું હતું.
PBSC કાઉન્સેલરશ્રી શબનમબેન ખલીફા દ્વારા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર તથા ૧૮૧ અભયમ હેલ્પલાઈનના ઉપયોગ કરવા, OSC કેસ વર્કર રિપલબેન ડાભી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશે જાણકારી આપી હતી.
બોરસદ તરફથી શ્રી એચ.જે.પરીખ હાઈસ્કુલ નાપ્રિન્સી પાલશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શ્રી એચ.જે.પરીખ હાઈસ્કુલના પ્રિન્સીપાલશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર, આર.બી.એસ.કે.ના ડોક્ટર, શિક્ષકગણ, આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો સહિત ગામની મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝારોલા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

ઝારોલા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

ઝારોલા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ
