જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
Publish Date : 11/03/2026
જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ૭૨ જેટલી મહિલાઓને સન્માનિત કરાઈ
આણંદ, મંગળવાર: મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર, આણંદના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – ૨૦૨૬’ નિમિત્તે આણંદ ટાઉનહોલ ખાતે જિલ્લા સ્તરીય ઉજવણી કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે મહિલાઓના સશક્તિકરણ અને સમાજ નિર્માણમાં તેમના ફાળા વિશે વાત કરતા પોલીસ અને વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મહિલા અધિકારીઓની હાજરીને સ્ત્રી સશક્તિકરણના જીવંત ઉદાહરણ તરીકે બિરદાવી હતી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ પર ભાર મૂક્યો હતો જેમા તેમણે સરકારની ઉજ્જવલા યોજના, વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા સહાય જેવી વિવિધ યોજનાઓ મહિલાઓના જીવનસ્તરને સુધારવામાં મહત્વની સાબિત થઈ છે તેમ જણાવ્યુ હતુ. તેમણે મહિલાઓને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવામાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આકાંક્ષા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ગાયનેકોલોજીસ્ટ ડૉ.મોલીના પટેલે મહિલા સશક્તિકરણ અને મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અર્થે પ્રોત્સાહન આપતા જણાવ્યુ હતુ કે સ્ત્રીને શિક્ષિત કરવાથી આખું કુટુંબ શિક્ષિત થાય છે, અને જો સમાજ મહિલાઓને સમાન તક અને આદર આપે તો જ પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે. તેમણે મહિલાઓને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકતા તેમાં યોગ્ય આહાર, વ્યાયામ અને નિયમિત હેલ્થ ચેકઅપ દ્વારા ગંભીર બીમારીઓ સામે સાવચેત રહેવાની સલાહ આપી હતી.
આ તકે સીયારામ ફાઉન્ડેશનના પ્રમુખ દીપાલીબેન ઇનામદાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઐતિહાસિક સંદર્ભ અને સામાજિક પરિવર્તનમાં સ્ત્રીઓના અમૂલ્ય ફાળા અંગે જાણકારી આપવામા આવી હતી. તેમણે ‘ગિવ ટુ ગેઈન’ થીમ હેઠળ ઉજવાઇ રહેલ વિશ્વ મહિલા દિવસના અંગે જણાવ્યુ હતુ કે જો સમાજ સ્ત્રીઓને શિક્ષણ, સુરક્ષા અને નેતૃત્વની તક પૂરી પાડે, તો રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ નિશ્ચિત છે. તેમણે ઈલાબેન ભટ્ટ અને સુધામૂર્તિ જેવા આદર્શ વ્યક્તિત્વોના ઉદાહરણ દ્વારા મહિલા સશક્તિકરણની શક્તિને દર્શાવી સિયારામ ફાઉન્ડેશન દ્વારા ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને રોજગાર તાલીમનો ઉલ્લેખ કરી મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી નીલેશ્વરીબા ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા ઉત્કર્ષ અને સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ મહિલાઓને નાણાકીય પ્રોત્સાહન આપીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસ અંતર્ગત લાભોનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત વહીવટી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહિલા સરપંચ અને વર્ગ 1ના અધિકારીઓ સહિત સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ૭૨ જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ તકે મહિલા બાળ સમિતિ ચેરમેનશ્રી નીતાબેન સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રુબીસિંહ રાજપુત અને શ્રી કિંજલ દેસાઈ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુન, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રિદ્ધિ ગુપ્તે, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પૂર્વી નાયક, જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડૉ.સોનલબેન સહિત અગ્રણી ડૉ.હંસાબેન કુંવરબા તેમજ જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અધિકારી – કર્મચારીઓ અને વિવિધ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.