Close

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતી (DLTC) ની બેઠક યોજાઈ

Publish Date : 30/07/2026

જિલ્લામાં ટેલિકોમ કવરેજ, ભારતનેટ કાર્યક્રમ અને 4G સેચ્યુરેશન પ્રોજેક્ટની કામગીરીની બેઠકમાં સમીક્ષા કરાઈ

આણંદ જિલ્લામાં ટેલિકોમ સંબંધિત સમસ્યાઓના ઝડપી ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરશ્રીની સબંધિત અધિકારીઓને તાકીદ

આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતી (DLTC) ની બેઠક યોજાઈ હતી. જેમાં આણંદ જિલ્લામાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા અને ટેલિકોમ સેવાઓને વેગ આપવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન આણંદ જિલ્લામાં વર્તમાન ટેલિકોમ સ્થિતિ, ગ્રામીણ વિસ્તારોમાં કવરેજ, RoW અધિકારના મુદ્દાઓ, સુધારેલા ભારતનેટ કાર્યક્રમ તથા 4G સેચ્યુરેશન પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘સમૃદ્ધ ગ્રામ પંચાયત’ પાયલોટ પ્રોજેક્ટ તેમજ ભૂગર્ભ કેબલ લાઇનને નુકસાન થતું અટકાવવા માટે ઉપયોગી એવી “Call Before U Dig” (CBuD) એપ્લિકેશનના વ્યાપક ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના જે ગામોમાં હજુ સુધી મોબાઇલ કવરેજ ઉપલબ્ધ નથી તેવા ગામોની ત્વરિત ઓળખ કરવા અને જિલ્લામાં ટેલિકોમ ક્ષેત્રે પડતી વિવિધ ટેકનિકલ અને વ્યવહારિક સમસ્યાઓના ઝડપી અને કાયમી ઉકેલ માટે સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને આવશ્યક પગલા લેવા નિર્દેશ આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા આંકડા અધિકારીશ્રી કોકિલા આંકોલિયા, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (રૂરલ) અને સલાહકાર શ્રી કમલ પંવાર તેમજ વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને મુખ્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.