જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
Publish Date : 22/08/2025
વાહન ચાલકોની સલામતી માટે જરૂરી સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, રેડિયમ, માર્કિંગ પટ્ટા લગાવવા સહિતની બાબતોની ચર્ચા કરાઈ
આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતાં વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં.
આણંદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેક્ટરશ્રીએ, વાહન ચાલકોની સલામતી માટે જિલ્લાનાં વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરૂરી સૂચનાઓ સાથેનાં સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતાં બોર્ડ, રેડિયમ સહિતનાં સૂચન કર્યા હતાં. આ ઉપરાંત હાઈવે નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોના લોકો સલામતીના કારણોસર રોડ ક્રોસ ન કરે તે જરૂરી છે,તેમ જણાવ્યું હતું.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ દેસાઈ, , પ્રાંત અધિકારીશ્રીઓ, ખંભાત ડીવાયએસપીશ્રી સહિત સંલગ્ન કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
