• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

જિલ્લાના ખેડૂતોને  રાસાયણીક ખાતરની ખરીદી પર મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

Publish Date : 17/07/2025

નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની કચેરી ખાતે કાર્યરત  કન્ટ્રોલ રૂમ નંબર ૦૨૬૯૨ ૨૯૯૨૮૧ પર સંપર્ક કરવા ખેડૂતોને અનુરોધ.

 આણંદ,ગુરુવાર: હાલમાં આણંદ જિલ્લામાં સારા વરસાદના પગલે ખરીફ પાકોનું વાવેતર ચાલુ થઇ ગયેલ છે તેમજ ખરીફ પાકોમાં જરૂરી ખાતરના જથ્થાની ખરીદી ખેડુતો દ્વારા કરવામાં આવે છે.

ખેડુતો દ્વારા ખાતર ખરીદીમાં સતત વધારો થઇ રહેલ હોય, હાલના સંજોગોમાં જીલ્લાના તમામ વિસ્તારમાં દરેક પ્રકારના ખાતરોની ઉપલબ્ધી રહે અને ખેડુતોને ખાતર ખરીદીમાં કોઇ મુશ્કેલી ન પડે તે બાબતેનું આયોજન જિલ્લા બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રાસાયણીક ખાતરની ખરીદી કે ઉપલબ્ધતા બાબતે ખેડુતોને મુશ્કેલી ધ્યાને આવે તો તેની રજુઆત કે નિવારણ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ કન્ટ્રોલ રૂમ સોમવાર થી શનિવાર દરમિયાન   સવારે ૯.૦૦ કલાકથી સાંજના ૧૮.૦૦ કલાક સુધી  કાર્યરત રહેશે. રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડી.એ.પી., એન.પી.કે.વગેરેની ખરીદીમાં અન્ય પ્રકારની ખેત સામગ્રી/ખાતરોનુ  ફરજીયાત ખરીદ કરવા દબાણ કરવામાં આવે તો તેની રજુઆત પણ કંટ્રોલ રૂમમાં કરી શકાશે.

વધુમાં  હાલમાં જિલ્લામાં ખાતરની અછત જેવી કોઇ બાબતો રહેલ ન હોય, ખેડુતોએ ખોટી અફવામાં આવવું નહી અને હાલની જરૂરીયાતથી વધારે બીન જરૂરી જથ્થો ખરીદી કે સંગ્રહ ન કરવા પણ નાયબ ખેતી નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ખાતર રજુઆત કે ફરીયાદના નિવારણ માટે આણંદ જીલ્લામાં નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની કચેરી, જુના જીલ્લા સેવા સદનની બાજુમાં, આણંદ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના નંબર ૦૨૬૯૨ ૨૯૯૨૮૧ છે. તેમજ આવી રજુઆત તાલુકા કક્ષાએ પણ સબંધિત તાલુકાના ખેતી અધિકારીને કરી શકાશે,તેમ નાયબ ખેતી નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.