• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધો. ૦૬ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ તા.૧૩ ઓગસ્ટ સુધી ભરી શકાશે

Publish Date : 01/08/2025

https://cbseitms.rcil.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

આણંદ,ગુરુવાર: પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૬ માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૦૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે, તે માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે તે મુજબ હવે તા.૧૩-૦૮- ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

જે અન્વયે આણંદ જિલ્લામાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હજુ પણ ફોર્મ ભરવાના બાકી હોય તો તા. ૧૩ મી ઓગસ્ટ સુધીમા ફોર્મ ભરી છેલ્લી તારીખ પૂર્ણ થયા બાદ બે દિવસ સુધી ઓનલાઇન અરજી માં GENDER, CATEGORY (GEN/OBC/SC/ST), AREA (RURAL/URBAN), DISABILITY and MEDIUM OF EXAMINATION માં સુધારા હોય તે સુધારા કરવા માટે કરેક્શન વિન્ડો ખુલ્લી રહેશે.

વધુમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ https://cbseitms.rcil.gov.in છે, તેમ પીએમ શ્રી સ્કૂલ,જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના  આચાર્ય શ્રી ભોલમ્બર સિંગ દ્વારા જણાવવામાં આવ્યું છે.