જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા તા.૨૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરો
Publish Date : 30/07/2025
આણંદ, બુધવાર: પીએમ, શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણના આચાર્ય ની યાદીમાં જણાવ્યા મુજબ જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે ની છેલ્લી તારીખ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે, તેમ જણાવાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે આણંદ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ ૦૮ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હોય, તેવો પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. પ્રવેશ પરીક્ષા તારીખ ૦૭ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ને શનિવારના રોજ યોજવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું છે.
ફોર્મ ભરવા ઉત્સુક વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ધોરણ ૦૯ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ https://cbseitms.nic.in/2025/nvsix_9 છે, અને ધોરણ ૧૧ માટે ની વેબસાઈટ https://cbseitms.nic.in/2025/nvsix_11 ઉપર ફોર્મ ભરવાનું રહેશે, તેમ જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્ય શ્રી ભોલમ્બર સિંગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.