જનરલ હોસ્પિટલ આણંદ અને આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયો ‘આરોગ્ય તપાસ કેમ્પ’
Publish Date : 12/03/2026
વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ આરોગ્યની કરાવી તપાસણી
આણંદ, બુધવાર: સરકારી અધિકારીઓ કર્મચારીઓ કચેરી કામગીરીની સતત વ્યસ્તતાને કારણે ઘણીવાર કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. જે ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી,આણંદના બીજા માળે આજે જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણીના હેતુથી જનરલ હોસ્પિટલ,આણંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા ‘આરોગ્ય તપાસ કેમ્પ’ યોજાયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની દેખરેખ હેઠળ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર્સ અને લેબ ટેકનિશિયનો તથા તબીબોની ટીમ દ્વારા કર્મચારીઓની સર્વગ્રાહી તપાસ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ (સુગર), અને વજન અને ઊંચાઈની તપાસ, લોહીની વિવિધ તપાસ, ઈસીજી તપાસ, બ્રેસ્ટ સ્ક્રીનિંગ મહિલાઓ માટે મેમોગ્રાફી સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ તકે નિષ્ણાત તબીબો દ્વારા વ્યસ્ત કાર્યશૈલી વચ્ચે માનસિક તણાવ મુક્ત રહેવા અને પોષણયુક્ત આહાર લેવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબના કર્મચારીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કુલ ૧૪૦ જેટલા અધિકારી કર્મચારીઓ પૈકી ૧૦૩ પુરુષ જ્યારે ૩૭ મહિલા કર્મચારીઓએ લાભ લીધો હતો. જેમાંથી ૭૫ લોકોની હૃદયની તપાસ (ECG), ૨૧ મહિલાઓનું બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનીંગ, ૧૪ લોકોનું BMI ૩૦ થી વધુ આવતા તેમને જરૂરી માર્ગદર્શન, પાંચ લોકોનું ડાયાબિટીસ નિદાન અને ચાર લોકોનું હાઇપરટેન્શન નિદાન કરવામાં આવ્યું હતું.
આ બાબતને ધ્યાને રાખીને, કાર્યસ્થળ પર જ આરોગ્યની સુવિધા મળી રહે તેવા અભિગમ સાથે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓથી લઈને વર્ગ-૪ સુધીના કર્મચારીઓ સહિત તમામ સ્તરના કર્મયોગીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને પોતાના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવ્યું હતું.