છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

Publish Date : 29/10/2026
છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ માટે ગુજરાત પધાર્યા છત્તીસગઢના પર્યટકો

ગુજરાત મુલાકાતના બીજા દિવસે આણંદ સ્થિત કરમસદ સરદાર મેમોરીયલ અને અમુલ ડેરી અને ચોકલેટ પ્લાન્ટની લીધી મુલાકાત

આણંદ, બુધવાર , ભારત રત્ન, લોખંડી પુરુષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના કેવડીયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સંમીલિત થવા માટે છત્તીસગઢ રાજ્યના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

છત્તીસગઢ ડેલીગેશનના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે પાવાગઢ સ્થિત મહાકાળી માતાના દર્શન અને અન્ય હેરિટેજ સ્થળોની મુલાકાત બાદ તા. ૨૮ ઓક્ટોબરના રોજ પ્રવાસના બીજા દિવસે છત્તીસગઢના પર્યટકોએ આણંદના કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલની મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ, સ્મૃતિઓ પર્યટકોએ નિહાળી હતી અને રસપ્રદ માહિતી પણ મેળવી હતી.

છત્તીસગઢના ડેલીગેશને સરદાર પટેલના જીવન ક્વનને આલેખતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. જે બાદ તેઓ શ્વેત ક્રાંતિ અને સહકારી ક્ષેત્રની પ્રેરણા ભૂમિ આણંદ અમુલ ડેરી પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. આણંદ અમુલ ડેરીના જન સંપર્ક વિભાગના અધિકારીએ આણંદ અમુલ ડેરીના પ્રોસેસીંગની સંપૂર્ણ બાબતોથી આ ડેલીગેશનના સભ્યોને અવગત કર્યા હતા. તેમણે બટર અને અન્ય ડેરી પ્રોડક્ટની પ્રોસેસની વિગતવાર માહિતી સાથે પ્લાન્ટની મુલાકાત છત્તીસગઢના ડેલીગેશનને કરાવી હતી.

આ મુલાકાત બાદ છત્તીસગઢના પર્યટકોએ આણંદ અમુલ ચોકલેટ પ્લાન્ટની પણ મુલાકાત લઇ વિવિધ પ્રકારની ચોકલેટ અને તેની બનાવટ અંગેની માહિતી મેળવી હતી.

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત

છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત