Close

ગોકુલધામ નાર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ

Publish Date : 23/09/2026

વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં ગોકુલધામની સેવાકીય પ્રવૃત્તિઓ પથદર્શક: મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

આણંદ જિલ્લાના ગોકુલધામ નારમાં સરકાર અને સંસ્થાના સહયોગથી સેવાયજ્ઞ: વડીલો સાથે આત્મીય સંવાદ, જરૂરિયાત મંદોને સાધન- સહાયનું વિતરણ કરાયું

આણંદ, મંગળવાર, ગુજરાત સરકારના ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ આણંદ જિલ્લાના ગોકુલધામ નાર ખાતે એક વિશેષ સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક જવાબદારી અને માનવ સેવાનો સંદેશ પ્રસરાવવા માટે વડીલો સાથે આત્મીય સંવાદ, જરૂરિયાતમંદોને જીવનજરૂરી સામગ્રીનું વિતરણ અને પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ જેવા વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો ભાવ પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પ્રવાસન વિભાગના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે પોતાના સંબોધનમાં ‘વિકસિત ભારત@2047’ના લક્ષ્યને હાંસલ કરવામાં સામાજિક સંસ્થાઓની ભૂમિકાને બિરદાવી હતી. મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રનો સાચો વિકાસ ત્યારે જ ગણાય જ્યારે સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે. ગોકુલધામ નાર દ્વારા ચાલતી માનવતાવાદી પ્રવૃત્તિઓ સામાજિક સંવેદનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે અને આ કાર્ય વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાનું યોગદાન આપી રહ્યું છે.

આ અવસરે ગુરુવર્ય મોહનસ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં આધ્યાત્મિક ઊર્જા અને સેવાકીય ચેતનાનો સંચાર કર્યો હતો.

કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે વડીલો સાથે સંવાદ સાધી તેમને વોકિંગ સ્ટિક, સાડી અને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદદાસજીએ સંસ્થાની સેવાયાત્રા અને ‘સેવા મેરા યોગદાન’ અભિયાનના મૂળભૂત ઉદ્દેશ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચી સેવા એ જ છે જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિ પ્રત્યે આદર અને આત્મીયતાનો ભાવ હોય. ગોકુલધામ દ્વારા શિક્ષણ, આરોગ્ય, વડીલોની સારસંભાળ અને દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કરવામાં આવતી નિરંતર પ્રવૃત્તિઓ વિશે પણ તેમણે મહાનુભાવોને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં સોજિત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, સમાજ સુરક્ષા વિભાગના અધિકારી શ્રી મયંકભાઇ ત્રિવેદી, સ્થાનિક અગ્રણીઓ, વડીલો, ગ્રામજનો અને જરૂરિયાત મંદ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.